Posts

Showing posts from August, 2026

ચીખલી ટીચર સોસાયટીમાં નવી ટીમની રચના, દિવ્યેશકુમાર ચૌહાણની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી.

Image
   ચીખલી ટીચર સોસાયટીમાં નવી ટીમની રચના, દિવ્યેશકુમાર ચૌહાણની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી. ચીખલી: ચીખલી ટીચર સોસાયટીની નવી નિમાયેલી ટીમની કારોબારી બેઠક આજે યોજાઈ હતી. બેઠક દરમિયાન અગાઉની ટીમ પાસેથી નવી ટીમને ચાર્જની આપ-લે કરવામાં આવી હતી તેમજ નવા વરાયેલા હોદ્દેદારોનું કારોબારી સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન નવી કમિટી દ્વારા ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણની ચીખલી ટીચર સોસાયટીના વાઇસ ચેરમેન (ઉપપ્રમુખ) તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. દિવ્યેશકુમાર ચૌહાણની વરણીને પગલે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ જિલ્લાના વિવિધ તાલુકા ઘટક સંઘોના હોદ્દેદારો દ્વારા અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ ખેરગામ તાલુકાના શિક્ષક સમાજમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેરગામ તાલુકાના શિક્ષકોએ દિવ્યેશકુમાર ચૌહાણને અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવી નવી જવાબદારીમાં સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ચીખલી ટીચર સોસાયટીની નવી ટીમને હાર્દિક અભિનંદન તથા શ્રી દિવ્યેશકુમાર ચૌહાણને નવી જવ...